Ratan tata biography book in gujarati
ભારત પર પોતાની છાપ છોડી ગયા રતન ટાટા, વાંચો દેશના 'રતન'ની સંઘર્ષની કહાની
Ratan Tata Passed Away: રતન ટાટા નામને કોઈ ઓળખની જરૂર નથી. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)નું બુધવારે રાત્રે નિધન થયું. તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રતન ટાટાએ તેમના જીવનમાં ઘણી મહાન સિદ્ધિઓ હાંસલ કરી છે અને કદાચ તેમને થોડા શબ્દોમાં વર્ણવવી અશક્ય છે. તેઓ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ ન હતા, પરંતુ એક શાનદાર લીડર, દાનવીર અને લાખો લોકો માટે આશાનું પ્રતીક પણ હતા. રતન ટાટા 1991થી 2012 સુધી ટાટા ગ્રુપના ચેરમેન રહ્યા અને આ દરમિયાન તેઓ ટાટા ગ્રુપને ઘણી ઊંચાઈઓ સુધી લઈ ગયા. તેમણે ટાટાને ઈન્ટરનેશનલ બ્રાન્ડ બનાવી દીધી હતી.
મુંબઈમાં થયો હતો જન્મ
રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર, 1937ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે 1962માં કોર્નેલ યુનિવર્સિટીમાંથી વાસ્તુકળામાં ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ 1975માં હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં એડવાન્સ મેનેજમેન્ટ કાર્યક્રમ પૂર્ણ કર્યો. તેમના પિતા નવલ ટાટા એક સફળ ઉદ્યોગપતિ હતા અને તેમણે ટાટા સમુહમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. બીજી તરફ રતન ટાટાના માતા સોની ટાટા એક ગૃહિણી હતા.
આ પણ વાંચોઃ Big Breaking: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
1962માં સહાયક તરીકે જોડાયા
રતન ટાટા 1962માં ટાટા ઇન્ડસ્ટ્રીમાં સહાયક તરીકે ટાટા ગ્રુપમાં જોડાયા હતા. ત્યારબાદ તે જ વર્ષે ટાટા એન્જીનિયરિંગ એન્ડ લોકો મોટિવ કંપની (જેને હાલમાં TATA Motors કહેવામાં આવે છે)ના જમશેદપુર સંયંત્રમાં 6 મહિનાની ટ્રેનિંગ લીધી હતી. અલગ-અલગ કંપનીઓમાં સેવા આપ્યા બાદ તેમને 1971માં નેશનલ રેડિયો એન્ડ ઇલેક્ટ્રોનિક્સ કંપનીમાં પ્રભારી નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1981માં તેમને ગ્રુપની અન્ય હોલ્ડિંગ કંપની ટાટા ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
સેવાનિવૃતિ સુધી ટાટા સન્સના અધ્યક્ષ રહ્યા
રતન ટાટા 1991થી 28 ડિસેમ્બર 2012ના રોજ પોતાની સેવાનિવૃતિ સુધી ટાટા સમૂહની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના અધ્યક્ષ હતા. આ દરમિયાન ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ, ટાટા પાવર, ટાટા ગ્લોબલ બેવરેજ, ટાટા કેમિકલ્સ, ઈન્ડિયન હોટલ્સ અને ટાટા ટેલિસર્વિસ સહિતની ટાટા ગ્રુપની કંપનીઓના અધ્યક્ષ હતા. તેઓ ભારત અને વિદેશમાં અલગ અલગ સંગઠનો સાથે પણ જોડાયેલા હતા. રતન ટાટા મિત્સુબિશી કોર્પોરેશન અને જેપી મોર્ગન ચેસના આંતરરાષ્ટ્રીય સલાહકાર બોર્ડમાં પણ હતા. તેઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને એલાઇડ ટ્રસ્ટ્સ, સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને એલાઇડ ટ્રસ્ટના અધ્યક્ષ હતા. તેઓ ટાટા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચની મેનેજમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ હતા. તેઓ કોર્નેલ યુનિવર્સિટી અને દક્ષિણી કેલિફોર્નિયા યુનિવર્સિટીના ન્યાસી બોર્ડમાં પણ કાર્ય કરતા હતા.
આ પણ વાંચોઃ રતન ટાટા : ટ્રેઇનીથી લઈને ટાટા ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન સુધીની સફર, આ રીતે ટાટા ગ્રુપને પહોંચાડ્યું શિખર પર
રતન ટાટાની ઉપલબ્ધીઓ
ટાટા ગ્રુપના અધ્યક્ષ તરીકે 1991-2012 સુધી સેવા
જેગુઆર અને લેન્ડ રોવરની ખરીદી (2008)
કોરસની ખરીદી (2007)
ટાટા સ્ટીલને વૈશ્વિક ફલક પર પહોંચાડ્યું
ટાટા મોટર્સને અનોખી ઉંચાઇએ પહોંચાડ્યું
ટાટા કન્સલ્ટન્સિ સર્વિસની વૈશ્વિક પહોંચ બનાવી
ટાટા ગ્રુપની વૈશ્વિક બ્રાન્ડ વેલ્યુમાં ધરખમ વધારો કર્યો
અનેક પુરસ્કારો મળ્યા
પદ્મ વિભૂષણ (2008)
પદ્મ ભૂષણ (2000)
ઓનરરી નાઇટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (2009)
ઇન્ટરનેશનલ હેરિટેજ ફાઉન્ડેશન લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ (2012)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: business news,Ratan Tata
- First Published :